Thursday, September 17, 2026

અમદાવાદીઓ માટે મોટા સમાચાર ! BRTS, AMTS બાદ સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડશે

spot_img
Share

અમદાવાદ: આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન લઈને અમદાવાદીઓ માટે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં BRTS, AMTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રો દોડશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાઈ નહીં. AMC દ્વારા સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી વર્ષ 2030માં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને AMC તંત્ર સહિત ગુજરાત સરકાર પણ અમદાવાદના વિકાસ માટે ખાસ ધ્યાન આપી રહી છે. ત્યારે આ વિકાસ કામના ભાગરૂપે હવે અમદાવાદમાં સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડશે તેવી માહિતી સામે આવી છે.

હાલ અમદાવાદ શહેરમાં જાહેર વાહનવ્યવહાર માટે BRTS અને AMTS બસ સેવા તથા મેટ્રો રેલ સેવા ઉપલબ્ધ છે. હવે આ સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. BRTS, AMTS અને મેટ્રો રેલ બાદ હવે અમદાવાદ શહેરની વચ્ચોવચ આવેલી સાબરમતી નદીમાં હવે વોટર મેટ્રો દોડશે. આ માટે સરકારી તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

પ્રથમ તબક્કામાં ફેઝ વન સુધી વોટર મેટ્રો અમદાવાદમાં રહેશે અને બાદમા ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. એક કરોડના ખર્ચે આ ફિઝિબિલિટી રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાં અગાઉ સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે થોડા સમય સુધી કાર્યરત થયા બાદ બંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રોનું ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કામગીરી થશે. જે માટે સરકારી તંત્રએ કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર આપી દીધો છે. આ કોચી વોટર મેટ્રો કંપનીએ નદીમાં વોટર મેટ્રો માટે સ્ટડી રિપોર્ટની કામગીરી શરૂ કરી દીધી છે., જે પ્રોજેક્ટ આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા પૂર્ણ થાય તે હેતુથી તંત્રએ આયોજન હાથ ધરાયું છે.

નોંધનીય છે કે, આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લઈને AMC તંત્રએ અને રાજ્ય સરકારે પણ અમદાવાદના વિકાસ માટે આ વર્ષે 2026-27ના બજેટમાં પણ વિકાસના કાર્યોની મોટી જાહેરાતો કરી છે, ત્યારે આ વિકાસના કાર્યોમાં હવે સિટીમાં વોટર મેટ્રોની પણ ખાસ જોગવાઈ થવા જઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...