Thursday, September 17, 2026

ખેલપ્રેમીઓ માટે ખુશખબર, વસ્ત્રાલમાં સેન્ટ્રલી એસી સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર, જાણો કેટલી હશે ફી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા બાદ હવે પૂર્વ વિસ્તારમાં રમતગમત ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ કરતા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આખરે સંચાલન માટે લીલી ઝંડી મળી ગઈ છે. સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જકુઝી, સ્ટીમ બાથ, સોના બાથ, જીમ જેવી સુવિધા ઉપરાંત અલગ અલગ 20 રમતો રમી શકાશે.આવતા મહિને લોકો માટે આ કોમ્પલેક્સ ખુલ્લું મૂકવામાં આવી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રિક્રિએશનલ કમિટીએ 61.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સેન્ટ્રલી એસી સ્પોર્ટ્સ હબને આગામી 10 વર્ષ માટે સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાતને સોંપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2030 અને 2034ના ઓલિમ્પિક તેમજ આગામી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર જે રીતે તૈયારી કરી રહી છે, તેવામાં આ વિશ્વસ્તરીય સુવિધા પૂર્વ અમદાવાદના ખેલાડીઓ માટે પાયારૂપ સાબિત થશે.

નવા કરાર મુજબ, એજન્સી દર મહિને AMCને 2 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે, જોકે પ્રોત્સાહન રૂપે એક મહિનાનું ભાડું માફ કરવામાં આવ્યું છે અને વીજ બિલમાં 50 ટકાની રાહત આપવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જિમ અને યોગા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. સામાન્ય નાગરિકો માટે માસિક ફી 150 રૂપિયા અને બાળકો માટે માત્ર 50 રૂપિયા જેવો રાહત દર રાખવામાં આવ્યો છે, જેથી પૂર્વ વિસ્તારના મધ્યમ વર્ગના યુવાનોને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેનિંગ મળી રહે.

મ્યુનિસિપલ અધિકારીઓના મતે, આ કોમ્પ્લેક્સ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવા માટેનું એક એક્સલેન્સ સેન્ટર બનશે. વસ્ત્રાલ અને તેની આસપાસના વિસ્તારોમાં રમતગમતનું વાતાવરણ પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર માનવામાં આવે છે. આગામી મહિનાથી આ કોમ્પ્લેક્સ જાહેર જનતા માટે ખુલ્લું મુકાતા જ અમદાવાદ રમતગમતના ક્ષેત્રમાં વધુ એક ડગલું આગળ વધશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...