Friday, September 18, 2026

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, 2,000ની ટિકિટ 11,000માં, સ્ટેડિયમ બહાર યુવક પકડાયો

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે આગામી 8મી માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડકપ-2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું કાળાબજાર કરતા તત્ત્વો સામે પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં LCB ઝોન-2ની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટેરા સ્ટેડિયમ પાસે એક શખ્સ ઓનલાઇન બુક કરેલી ટિકિટો અત્યંત ઊંચા ભાવે વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને સ્ટેડિયમ બહારથી જ આરોપીને કાળાબજાર કરતા રંગેહાથ ઝડપી લીધો હતો.અને કાળાબજારના આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીની ઓળખ વાસણામાં રહેતા વંશ હિરલકુમાર શાહ તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચની કુલ 2 ટિકિટો જપ્ત કરી છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ શખ્સ માત્ર 2,000ની મૂળ કિંમત ધરાવતી એક ટિકિટ 11,000ની અધધ કિંમતે વેચીને ક્રિકેટ પ્રેમીઓને લૂંટી રહ્યો હતો. આ બાબતે મહત્ત્વની કાર્યવાહી કરતા ચાંદખેડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...