Tuesday, March 17, 2026

અમદાવાદમાં એક બાજુ ગેસની અછત, બીજી બાજુ લોડિંગ રિક્ષામાંથી 9 ગેસની બોટલો ચોરાઇ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં એક બાજુ ગેસની અછત ચાલી રહી છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાંથી 9 ભરેલા ગેસના બોટલની ચોરીના બનાવ સામે આવ્યો છે. ગેસના બાટલા ડિલિવરી કરતી જતી વખતે લોડીંગ રિક્ષામાંથી બાટલા ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગેસ એજન્સીકર્મીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મેઘાણીનગરમાં રહેતા 60 વર્ષીય ઉમાશંકર વર્મા કેરોલ ગેસ સર્વિસમાં નોકરી કરે છે અને ગોડાઉનમાં ઇન્ડેન ગેસના બાટલાની આવક તથા જાવકનો હિસાબ રાખવાનુ કામકાજ ગોમતીપુર છીકણીવાળા ચેમ્બર ખાતેથી કરે છે. તેમના વાંચ ખાતેના ગોડાઉનમાં 17 માણસો કામ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં કામ કરતો ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે, બપોરના સમયે ગોમતીપુરમાં ગેસના બાટલાની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડીંગ રિક્ષામાં 3 ગેસના ભરેલા બોટલ કોઈએ ચોરી કરી લીધા છે.

ત્યારબાદ 26 ફેબ્રુઆરીના રોજ બીજા ડિલિવરી બોયે તેમને જણાવ્યું કે ગોમતીપુરમાં ઉષા રોડ પાસે આવેલી સુવાપંખીની ચાલીમાં ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો ત્યારે લોડિંગ રિક્ષામાંથી ગેસના ભરેલા 4 બોટલ પણ ચોરાઈ ગયા હતા. બાદમાં ઉમાશંકર ભાઈને તેમના ત્રીજા ડિલિવરી બોયે જણાવ્યું કે ગત 13 માર્ચના રોજ ગોમતીપુર હોજવાળી મસ્જિદ ખાતે ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો. ત્યારે પણ મારી લોડિંગ રિક્ષામાં રહેલા ભરેલા ગેસના 2 બોટલ ચોરી થઇ ગયા હતા.

મેઘાણીનગરમાં ગેસની એજન્સીનું ગોડાઉન ગોમતીપુર વિસ્તારમાં આવેલું છે અને ત્યાંથી ડિલિવરી બોય રોજેરોજ લોડિંગ રિક્ષામાં ગેસના ભરેલા બોટલ લઈને ડિલિવરી કરવા માટે જતા હોય છે. ગત ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીના ટૂંકા ગાળામાં કુલ 9 ગેસના ભરેલા બોટલ ચોરાઈ ગયા છે. આ મામલે ગેસ એજન્સીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...