Wednesday, July 22, 2026

અમદાવાદ શહેર ભાજપની નવી કારોબારી જાહેર, પૂર્વ હોદ્દેદારો- સંગઠનના નેતાઓના ચૂંટણી લડવાના સપના પર ફેરવાયું પાણી?

spot_img
Share

અમદાવાદ : આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા સંગઠન માળખાને મજબૂત કરવા માટે 70 સભ્યોની નવી કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. કારોબારી સભ્યોની સાથે વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

ખાસ કરીને મનપાના વર્તમાન કોર્પોરેટરો અને મોટા નેતાઓને સંગઠનમાં સ્થાન મળતા તેમની ભવિષ્યની ચૂંટણી લડવાની શક્યતાઓ પર સવાલો ઊભા થયા છે.નવી જાહેર થયેલી યાદીમાં મનપાના પ્રભાવશાળી નેતાઓ જેવા કે દેવાંગ દાણી, જતીન પટેલ, મયુર દવે, બિપિન સિક્કા, જૈમિની દવે, શીતલ ડાગા અને મીનાક્ષી નાયકને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પક્ષના આ નિર્ણયને કારણે સંગઠનમાં શક્તિ વધશે તેવું માનવામાં આવે છે, પરંતુ આ નેતાઓ માટે આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

ભાજપમાં સામાન્ય રીતે ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ અને સંગઠનના લોકોને ચૂંટણી મેદાનમાં ન ઉતારવાની જે અલિખિત વ્યૂહરચના છે, તેને જોતા આ નેતાઓની આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ જણાઈ રહી છે. મનપાના મોટા નેતાઓને કારોબારીમાં સ્થાન આપીને પક્ષે સંકેત આપ્યો છે કે હવે તેઓએ સંગઠન માટે કામ કરવાનું રહેશે. આ નિર્ણયથી ઘણા નેતાઓના ચૂંટણી લડવાના સપના પર પાણી ફરી શકે છે. પક્ષના આ આંતરિક માનસિક પ્રભાવથી કાર્યકરોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

નવી કારોબારીમાં જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતૃત્વએ જે રીતે આ યાદી તૈયાર કરી છે તે જોતા આગામી સમયમાં નવા ચહેરાઓને ચૂંટણીમાં તક મળી શકે છે. ભાજપની આ ટેક્નોલૉજી અને રણનીતિ હંમેશા વિરોધીઓને ચોંકાવનારી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...