Thursday, April 9, 2026

હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ અટકયા, જર્જરિત મકાનોમાં રહેવા રહીશો મજબુર : દૂર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે ૬૦થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સાથે સાથે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ છેલ્લાં એકાદ વર્ષથી એમાંય ખાસ કરીને 2025ના વર્ષ દરમિયાન છેલ્લા ત્રણ મહિનામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં આંશિક ઘટાડો જાેવા મળ્યો છે.જેમાં અલગ અલગ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે મતમતાંતર જાેવા મળી રહ્યા છે.અનેક સોસાયટીઓમાં બહુમત સભ્યો રીડેવલપમેન્ટ માટે મંજુરી આપે છે તો કયાંક વિરોધ પણ જાેવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સોલા, નારણપુરા અને નવા વાડજ સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓ (કોલોનીઓ) આવેલ છે, જેમાં અનેક સોસાયટીઓમાં અનેક મકાનો જર્જરિત અને જાેખમી અવસ્થામાં હોવાનું મનાય છે. કેટલીક સોસાયટીઓ તો આખે આખી જર્જરિત અને જાેખમી અવસ્થામાં હોવાનું બોર્ડ અને મ્યુ કોર્પાેરેશન જણાવી રહ્યા છે.

અમદાવાદમાં અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ મુદ્દે રિડેવલપમેન્ટ ખોરંભે ચડયા છે.મોટાભાગની સોસાયટીઓમાં બહુમત સભ્યો રીડેવલપમેન્ટ ઝંખી રહ્યા છે ત્યારે જુજ સભ્યો રોળા નાખી રીડેવલપમેન્ટ અટકાવી રાખવાનો અસંમત સભ્યો પર આરોપ લગાવી રહ્યા છે. અસંમત સભ્યોની માગણીઓ, જેમાં મુખ્યત્વે 40 ટકા કાર્પેટ એરિયાની સામે થ્રી બીએચકીની માંગણી, જમીન હક્ક, સાત માળ, ફ્રી હોલ્ડ, સેલ્ફ રીડેવલપમેન્ટ વગેરે બાબતે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકેલ છે.

પરંતુ આ તમામ પ્રશ્નો સમસ્યાઓની વચ્ચે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે સોસાયટી દીઠ બે-પાંચ ટકા જુજ અસંમત સભ્યોને કારણે રીડેવલપમેન્ટ ઈચ્છતા સોસાયટીના બહુમતી સભ્યોને જર્જરિત અને જાેખમી મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. તેઓ જીવના જાેખમે લોકો રહેવા મજબૂર બન્યા છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં આવનાર ચોમાસામાં વરસાદને લઈને અનેક સોસાયટીઓમાં સમારકામને અભાવે જર્જરિત અને જાેખમી મકાનોમાં કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોની…? રહીશની ? એસોસિયેશનની ? હાઉસિંગ બોર્ડની કે અસંમત સભ્યોની ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...