Thursday, September 17, 2026

નારણપુરા સહિતના વિસ્તારોમાં GHB વસાહતોમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયાએ ફરી રફ્તાર પકડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા સહિતના વિસ્તારોમાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં તેજી જાેવા મળી રહી છે. શહેરના વિકાસ નકશામાં હવે માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ વિસ્તારની હાઉસીંગ બોર્ડની કોલોનીઓમાં પણ રહેવાસીઓ સામે ચાલીને રીડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યા છે. વર્ષો જૂની ઈમારતો અને પાયાની સુવિધાઓના અભાવે આ વિસ્તારોમાં જાગૃતિનો મોટો જુવાળ જાેવા મળ્યો છે.

અમદાવાદની મોટાભાગની હાઉસીંગ બોર્ડની સોસાયટીઓ 40 થી 45 વર્ષ જેટલી જૂની થઈ ચૂકી છે. હાલમાં આ વસાહતોમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. આ ઉપરાંત રોડ, લાઈટ અને પાણીની લાઇનો જૂની થવાથી અવારનવાર મુશ્કેલીઓ સર્જાય છે. વળી પાર્કિંગની સમસ્યા વિકરાળ બની રહી છે. આ તમામ પ્રશ્નોના કાયમી ઉકેલ તરીકે હવે રહીશો રીડેવલપમેન્ટને એકમાત્ર વિકલ્પ માની રહ્યા છે.જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટ જાેડાવવા તલપાપડ હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક મહિનાની વાત કરીએ તો અમદાવાદમાં સોનલ પાર્ક કોલોની, સત્યમ કોલોની, ગોપાલ કોલોની, વિશાલ કોલોની, બાલકૃષ્ણ કોલોની એમ કુલ-5 કોલોનીના ટ્રાય પાર્ટી થયેલ છે.આ ઉપરાંત સનસાઇન કોલોની, નેહરુનગર કોલોની, વંદનપાર્ક કોલોની, અમી કોલોની, રૂપલ પાર્ક કોલોની, આનદ કોલોની એમ કુલ-6 કોલોનીના સંમતિની પ્રકિયા હેઠળ છે.

રીડેવલપમેન્ટના ક્ષેત્રમાં નારણપુરા વિસ્તાર અત્યારે કેન્દ્રસ્થાને છે. સાત વર્ષ જૂના ટેન્ડર ધરાવતા નિધિ-84 (નિધિ એપાર્ટમેન્ટ) માં નોટરાઇઝડ સંમતિ જમા કરાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ સાથે જ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં માત્ર એક જ દિવસમાં 75% સંમતિની પ્રક્રિયા પૂરી કરીને રહેવાસીઓએ રીડેવલપમેન્ટ પ્રત્યે પોતાની મક્કમતા દર્શાવી છે.

બીજી તરફ, નવા વાડજ અને અખબારનગર આસપાસની સોસાયટીઓમાં પણ સેન્સ પ્રક્રિયા તેજ બની છે. શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટના રહીશો પણ હવે જર્જરિત બાંધકામથી છુટકારો મેળવવા રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...