Tuesday, October 13, 2026

નારણપુરામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ઠગ ટોળકીઓ સક્રિય? બિલ્ડરો અને સોસાયટી સભ્યોમાં ચિંતા !

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે કેટલાક ગેરકાયદેસર તત્વો અને ઠગ ટોળકીઓ સક્રિય બની પ્રોજેક્ટોને અટકાવવાના પ્રયાસો કરી રહી છે. આ પ્રવૃત્તિઓને કારણે બિલ્ડરો, સોસાયટીના હોદેદારો તેમજ રહેવાસીઓમાં અશાંતિ ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, આવી ટોળકીઓ વિવિધ રીતે દબાણ અને અવરોધ ઉભા કરે છે. આરટીઆઈ અરજી કરીને માહિતી મેળવ્યા બાદ બિલ્ડરોને ફોન કરી બ્લેકમેઈલ કરવાની ચર્ચાઓ ઉઠી છે. સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ માહિતી એકત્ર કરી મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં વારંવાર ફરિયાદો દાખલ કરવામાં આવે છે.

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ હોય તેવા વિસ્તારોમાં ટોળકીઓ સોસાયટીના કેટલાક અસંતુષ્ટ સભ્યોને ગેરમાર્ગે દોરી નાના-મોટા પ્રશ્નોને મોટું રૂપ આપે છે. લોકોમાં ટેન્ડર પ્રક્રિયા અંગે અણસમજ અને ગેરસમજ ફેલાવી “પોઝિટિવ” અને “નેગેટિવ” ટેન્ડરની અધૂરી માહિતી દ્વારા સભ્યોને ઉશ્કેરવાના પ્રયાસો પણ નોંધાયા છે.

સામાજિક માધ્યમો, ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ દ્વારા ખોટી માહિતી ફેલાવીને પ્રચાર કરવો અને અસંતોષ ઊભો કરવો પણ આ પ્રવૃત્તિનો એક ભાગ હોવાનું કહેવાય છે. કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના સભ્યોને કોર્ટમાં જવાની સલાહ આપી પ્રોજેક્ટને કાનૂની અટકમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટી ફરિયાદો નોંધાવવી, ગાંધીનગર સચિવાલયના નામે ધમકી આપવી, તેમજ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી દબાણ બનાવવાના બનાવોની પણ ચર્ચા છે.

ચોંકાવનારી વાત એ છે કે કેટલીક ચર્ચાઓ મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ આવી ટોળકીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે, આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.

આ પરિસ્થિતિને કારણે અનેક સોસાયટીઓના હોદેદારો અને બિલ્ડરો પરેશાન બની રહ્યા છે અને સરકાર તથા સંબંધિત એજન્સીઓ પાસેથી યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

રીડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાં આવી ગેરરીતિઓ શહેરના વિકાસને અસર કરે છે. તંત્ર દ્વારા સચોટ તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાશે તો જ રહેવાસીઓમાં વિશ્વાસ પુન:સ્થાપિત થઈ શકે.

(જાે કોઈ આવી ઠગ ટોળકી દ્વારા સોસાયટીના સભ્ય, હોદ્દેદારો કે બિલ્ડરને કોઈ પણ પરેશાની કરતા હોય તો તમે અમારી હેલ્પલાઇન મો : ૯૯૨૪૦૦૪૭૧૪ પર જણાવી શકો છો)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...