Thursday, September 17, 2026

અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગે સાત ઝોનમાં દબાણો દૂર કરી રૂ. 8.39 લાખનો દંડ વસૂલ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરની ટ્રાફિકની સમસ્યાને સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી સતત દબાણો હટાવવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાતેય ઝોનના રોડ પરના દબાણ અને જાહેર માર્ગો પર વધતા શહેરવ્યાપી ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચાલેલી આ વિશેષ કાર્યવાહીમાં AMCએ શહેરના સાતેય ઝોનમાં જાહેર માર્ગો, હાઈવે અને વ્યસ્ત વિસ્તારોમાંથી દબાણો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ રૂ. 8,39,900નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 685 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 253 ગેરકાયદેસર શેડ, 915 તાડપત્રી, 1974 જાહેર માર્ગો પર લગાડાયેલા જાહેરાત બોર્ડ અને 4885 જેટલો અન્ય પરચૂરણ સામાન જપ્ત કરીને દૂર કરવામાં આવ્યો હતો. તે સાથે જ જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 1133 વાહનો લોક કરવામાં આવ્યા હતા, 1145 વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાહનોને ટોઇંગ કરીને દૂર કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ અને ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના માર્ગો, જજીસ બંગલો રોડ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, કેશવબાગ, ઈસ્કોન ચાર રસ્તા, થલતેજ અને વૈષ્ણોદેવી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીના માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ અને ઠક્કરબાપાનગરથી જશોદાનગર સુધીના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, કાલુપુર રેલ્વે સ્ટેશન, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા અને માણેકચોક વિસ્તાર સુધી દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી BRTS, નરોડા ગામ અને નવા નરોડા સુધીના વિસ્તારો આવરી લેવાયા હતા. દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, ઇસનપુર, ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મિલકત માલિકો, દુકાનદારો તેમજ વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...