Thursday, September 17, 2026

ગોતામાં ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’ ખુલ્લું મુકતા ગૃહમંત્રી અમિત શાહ, રોજગારીની નવી તકો સર્જાશે

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અત્યાધુનિક ટેક પાર્ક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે, જે રાજ્યના ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરશે.

આ પ્રસંગે અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓના ડીએનએમાં ડેવલપમેન્ટ છે. આજે લોકાર્પણ કરાયેલા આ બંને પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબથી આગળ વધારી વૈશ્વિક સેવા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બનાવવાના વિઝનને નવી દિશા આપશે.

તેમણે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ થ્રીમાં લાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતે આર્થિક ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ દ્વારા રાજ્યમાં 70 હજારથી વધુ ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઊભી થશે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાવસાયિકતા અને આધુનિકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંસ્થામાં આધુનિક અર્બન પ્લાનિંગ, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો તથા વૈશ્વિક ધોરણોને અનુરૂપ તાલીમ દ્વારા કુશળ માનવસંસાધન તૈયાર કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આજે ટેક્નોલોજી, ઉદ્યોગ અને આધુનિક માળખાકીય વિકાસના ક્ષેત્રમાં દેશને નવી દિશા આપી રહ્યું છે. આવી વિશિષ્ટ સંસ્થાઓ અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં સહાયક બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...