Thursday, September 17, 2026

ચાંદલોડિયામાં નવા 12 મીટરના રોડને પહોળો કરવા મકાનોનું AMCનું ડિમોલિશન, સ્થાનિક લોકો દ્વારા વિરોધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદલોડિયામાં રેલવે સમાંતર 12 મીટરનો રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આજે 8 જૂનના રોજ સવારથી રોડ પરના ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેના પગલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિસ્તારમાં નવા પ્લાન થયેલા રોડના આયોજનમાં અડચણરૂપ બનતા અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે એએમસીની ટીમો જેસીબી (JCB) અને બુલડોઝર સાથે ત્રાટકી હતી.

રિપોર્ટ મુજબ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મહાદેવનગરથી લઈને શક્તિ વિદ્યાલય સુધીના 12 મીટરના રોડને પહોળો કરવા માટે રોડ કપાતમાં આવતા મકાનો દુકાનો સહિતની મિલકતોને તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સવારથી જ મકાનો ખાલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.જેવી કોર્પોરેશનની ટીમે કાચા-પાકા મકાનો અને ગેરકાયદેસર શેડ તોડવાની પ્રક્રિયા શરૂ કરી, કે તુરંત જ સ્થાનિક રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વર્ષો જૂના આશરા છીનવાઈ જતાં લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ અને આક્રંદ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ ભેગા મળીને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને “પહેલા અમને વૈકલ્પિક મકાન આપો, પછી અમારા ઘર તોડો” તેવા સૂત્રોચ્ચાર કરીને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે/ચાલુ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ઘર તોડી પડાતા અનેક ગરીબ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને એસઆરપીના જવાનો સ્થળ પર તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ વોટર બ્રાઉઝર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી હતી. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને એએમસીની ટીમને સુરક્ષા પૂરી પાડી હતી, જેના કારણે નવા રોડના માર્ગમાં આવતા તમામ નાના-મોટા દબાણોને સંપૂર્ણપણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...