Tuesday, June 9, 2026

અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ, ઉનાળુ વેકેશનમાં 6.72 લાખ લોકોએ મજા માણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું કાંકરિયા લેકફ્રન્ટ શહેરના સૌથી અગ્રણી પ્રવાસન આકર્ષણોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કાંકરિયાનું તળાવ એક સમયે તેના સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું હતું, અને આજે તે એક આધુનિક પ્રવાસન અને મનોરંજન સ્થળ તરીકે વિકસિત થયું છે, જે દર વર્ષે ગુજરાત, ભારત અને વિદેશમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. કાંકરિયા લેકફ્રન્ટ આવાનારા મુલાકાતીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો આ સ્થળની લોકપ્રિયતાને સ્પષ્ટપણે દર્શાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા અનુસાર, 27 એપ્રિલથી 3 જૂન, 2026 સુધીમાં કુલ 6,72,785 મુલાકાતીઓએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.

કાંકરિયા લેકફ્રન્ટનું 2008માં સંપૂર્ણ રિડેવલપમેન્ટ કરીને તેને એક વિશ્વ-સ્તરીય જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર 2008ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આધુનિક સુવિધાઓ તેમજ વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો, જેના પરિણામે કાંકરિયા લેકફ્રન્ટ રાજ્યના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન પામ્યું છે.

કાંકરિયા લેકફ્રન્ટની સફળતા એ દર્શાવે છે કે, પ્રવાસન ક્ષેત્રે માળખાગત વિકાસમાં કરવામાં આવેલા વ્યૂહાત્મક રોકાણો કેવી રીતે શહેરી વિસ્તારોને આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં પરિવર્તિત કરી શકે છે. પ્રવાસીઓને આકર્ષીને, સાંસ્કૃતિક સહભાગિતાને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકોનું સર્જન કરીને કાંકરિયા લેકફ્રન્ટે પ્રવાસન આધારિત વિકાસના વ્યાપક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે શહેરને નોંધપાત્ર આર્થિક લાભ થયો છે. શહેરમાં હૉસ્પિટાલિટી, ખાણી-પીણી અને રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો છે અને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. ગુજરાતની આ સિદ્ધિઓ આગામી VGRC સેન્ટ્રલ ગુજરાતના ઉદ્દેશો સાથે સુસંગત છે, જ્યાં પ્રવાસન અને સંસ્કૃતિ દ્વારા ટકાઉ પ્રાદેશિક વિકાસની સંભાવનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રવાસન અને સંસ્કૃતિ આધારિત વિકાસના એક સફળ મોડેલ તરીકે કાંકરિયા લેકફ્રન્ટ એ દર્શાવે છે કે, સુઆયોજિત પ્રવાસન પહેલો કેવી રીતે આર્થિક વિકાસને વેગ આપી શકે છે, શહેરને નવી ઓળખ આપી શકે છે અને અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...