Thursday, September 17, 2026

અમદાવાદમાં પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્ચરઘાણ, કોઈ જાનહાનિ નહીં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.એક અજાણ્યો કાર ચાલક પોતાની વૈભવી કાર લઈને સખત સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા નજીક ટર્નિંગ પર અથવા સ્પીડ કંટ્રોલ ન થવાના કારણે કાર સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના પ્રોટેક્શન ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ગત મોડી રાત્રે રબારી કોલોની ચાર રસ્તા નજીક આ અકસ્માત રાતના સમયે સર્જાયો હતો. સદનસીબે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકમાં અન્ય કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે લોખંડના જાડા એંગલ અને રેલિંગના કટકા થઈ ગયા હતા અને કારનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણપણે રેલિંગની અંદર ખૂંપી ગયો હતો. રાત્રિનો સમય હોવાથી અને સામાન્ય રીતે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકની અંદર કોઈ અન્ય વાહન કે બસ નહોતી, જેથી મોટી હોનારત ટળી હતી.

આ ભયાનક અકસ્માતમાં કારના એન્જિન અને આગળના વ્હીલના ભાગને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કાર ચાલક સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો. તેનો આબાદ બચાવ થતાં સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક રબારી કોલોની ચાર રસ્તા પર પહોંચી ગયો હતો.

પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવા ક્રેન મંગાવીને કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને ખસેડી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો ગુનો નોંધીને ચાલકની પૂછપરછ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...