Sunday, August 23, 2026

વાડજમાં મોટી દુર્ઘટના ટળી, ડ્રેનેજના કામમાં ભેખડ ધસતાં શ્રમિક દટાયો, સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દટાયેલા શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ મહેનત કરીને શ્રમિકને ભેખડમાંથી બહાર કાઢ્યો હતો.

રિપોર્ટ મુજબ, શહેરના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા ખાતે હાલમાં સ્લમ રીડેવલપમેન્ટ (પુનઃવસન) પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે સેક્ટર-2 વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન નાખવા માટે ઊંડો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી રહી હતી.કામગીરી દરમિયાન શ્રમિકો ખાડાની અંદર ઉતરીને કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક માટીનો મોટો ઢગલો અને ભેખડ ધસી પડી હતી.

આકસ્મિક રીતે ભેખડ ધસી પડવાના કારણે ત્યાં કામ કરી રહેલો એક શ્રમિક ક્ષણભરમાં જ માટીના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. બનાવ બનતા જ આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. શ્રમિક માટી નીચે દટાયો હોવાનું માલૂમ પડતાં જ સ્થાનિક રહીશોએ જરાય વિલંબ કર્યા વિના સ્વયંભૂ બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિક લોકોએ પોતાના હાથેથી અને ઉપલબ્ધ સાધનો વડે ત્વરિત માટી હટાવવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ દટાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. શ્રમિકને બહાર કાઢ્યા બાદ તેને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. રીડેવલપમેન્ટની કામગીરી કરતી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય બેરિકેડિંગ કે સેફ્ટી જેકેટ/હેલ્મેટ જેવાં સાધનો અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવે છે કે કેમ તે અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...