Wednesday, September 9, 2026

અમદાવાદના નવા વાડજનો 33 વર્ષ જૂનો વ્યાસવાડી પગપાળા સંઘ ૫૨ ગજની ધજા સાથે અંબાજી જવા થશે રવાના

spot_img
Share

અમદાવાદ : ગુજરાતભરમાં ભાદરવી પૂનમના પાવન પર્વને લઈને મા અંબાના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચે છે. ઠંડી, ગરમી કે દિવસ-રાતની પરવા કર્યા વિના ભક્તો પોતાની માનતા અને મનોકામના સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પદયાત્રા કરે છે.

દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી તરફ પગપાળા સંઘોના પ્રસ્થાનનો પ્રારંભ થાય છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જુનામાં જુના પગપાળા સંઘોમાં સ્થાન ધરાવતા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા આ વર્ષે સતત ૩૩મા વર્ષે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસવાડી પગપાળા સંઘ પદયાત્રીઓ અને બાવન ગજની પવિત્ર ધજા સાથે આદ્યશક્તિ મા અંબાની આરાધના કરવા માટે આગામી તા. 11 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યે નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે.

સંઘ દ્વારા અંબાજી પહોંચ્યા બાદ તા. 19 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ સવારે 7 વાગ્યે અંબાજી ખાતે શિખર ઉપર બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવશે.

પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે સંઘ દ્વારા ધજાપૂજનનો કાર્યક્રમ તા. 10 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે યોજવામાં આવ્યો છે. આ પાવન પ્રસંગે તમામ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધજાપૂજનનો લાભ લેવા માટે સંઘ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

સંઘ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે, સંજોગોવશાત જે ભક્તો અંબાજી સુધીની સંપૂર્ણ પદયાત્રા કરી શકતા ન હોય તેઓ પણ સપરિવાર પવિત્ર બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન રથને વિદાય આપવા પૂરક પદયાત્રામાં જોડાઈ શકે છે.

આ પૂરક પદયાત્રા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી શરૂ થઈ રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી, સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી થઈ નીલ કોમ્પલેક્ષ સુધી પહોંચશે.

નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા શહેરના તમામ ભાવિક ભક્તોને આ પાવન પદયાત્રા અને વિદાય કાર્યક્રમમાં સહભાગી બની મા અંબાના આશીર્વાદ મેળવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મા અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે… જય અંબે!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...