Wednesday, July 8, 2026

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર : 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ અને રૂ.500માં ગેસના બાટલાનું વચન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસે હવે વિધાનસભાની ચૂંટણીને લઈ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જનતાની સરકારના નામથી ચૂંટણી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ 125 બેઠકો સાથે જનતાની સરકાર બનાવી રહી છે. જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

1. ગુજરાતની મહિલાઓને 500ના ભાવે ગેસનો બાટલો મળશે
2. નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે
3. વિદ્યાર્થિનીને KG થી PG સુધી રૂ . 500 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ
4. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધિ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
5. ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના
6. કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.1000 કરોડનું બજેટ
7. માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
8. શ્રમિકો માટે સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે
9. શ્રમિકોને પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ મળશે
10. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર
11. પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
12. SC/ST/OBC અને લઘુમતી સમાજ માટે કાયમી અનામત આયોગની રચના
13. વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.2000 નું ભથ્થું
14. નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાસન સ્થપાશે
15. સંતુલિત ઔધોગિક નીતિ અમલમાં લાવવામાં આવશે
16. સિરામિક, એન્જિનિયિંગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
17. બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે
18. બારમાસી બંદરોનો વિકાસ કરવામાં આવશે
19. પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવામાં આવશે
20. મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...