Monday, April 20, 2026

પેપર કપ પ્રતિબંધ ઈફેક્ટ : અમદાવાદમાં અનેક ચાની કીટલીઓ પર ચા-કોફીના ભાવ આસમાને

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચા સ્ટોલના પર પેપર કપ પર પ્રતિબંધ મામલે AMC તંત્રની કડક કાર્યવાહીને પરિણામે ચાની કીટલી ધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પેપર કપ પર પ્રતિબંધની જાહેરાત બાદ હવે કેટલાક ચા સ્ટોલના ધારકોએ પેપર કપ વાપરવાનું સંપૂર્ણ પણે બંધ કરી દીધું છે. હવે ચાની કીટલીઓ ઉપર કાચના ગ્લાસ અને પવાલી, કુલ્લડ અને વેફર કપનો વપરાશ થઈ રહ્યો છે. પરંતુ અનેક ચા સ્ટોલ વાળાઓએ મોકાના ફાયદો ઉઠાવી ચા-કોફીના ભાવ વધુ વસૂલવાનું શરૂ કર્યું છે, જેને કારણે ચાના રસિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં AMC તંત્રના સોલીડ વેસ્ટ વિભાગની કડક કાર્યવાહીનો ચા સ્ટોલના ધારકોએ પેપર કપ વાપરવાનું સંપૂર્ણ પણે બંધ કરી દીધું છે. પરંતુ જેમ લેભાગુ તત્વ બધે હાજર હોય તેમ અનેક ચાની કીટલી વાળાઓએ ચા-કોફીના ભાવ વધુ વસૂલવાનું શરૂ કર્યું છે. ચાની કીટલી અને લારીઓ પર કાચના ગ્લાસ અને પવાલીમાં ચાનો ભાવ જૂનો જ છે, પરંતુ જો કુલ્લડ કે વેફર કપમાં ચા પીવો તો 5 રૂપિયા વધારે ચૂકવવા પડે છે.કુલ્લડ અને વેફર કપમાં મળતી ચાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં 10 રૂપિયામાં મળતી ચાના હવે લોકોએ 15 રૂપિયા ચુકવવા પડે છે.

આ ઉપરાંત પાર્સલ ચા લઈ જતાં લોકોને મહામુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે ચાની કીટલીવાળાઓ સાથે ખટરાગ જોવા મળી રહ્યો છે. કેટલીક કીટલીઓ પર રૂપિયા 15 ની ચામાં બે કુલ્લડ જ સાથે આપવામાં આવે છે. એકંદરે પેપર કપ ઉપર પ્રતિબંધને કેટલાક ચાના કીટલીધારકો સારો નિર્ણય પણ ગણાવી રહ્યા છે. તેઓ હવે કુલ્લડમાં ચા આપી રહ્યા છે. જોકે આ નિર્ણયના કારણે ચા થોડી મોંઘી પણ બની ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...