31.2 C
Gujarat
Monday, July 15, 2024

બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવી અનોખી તરકીબ, પણ પોલીસની નજરમાંથી બચી ન શક્યા!

Share

અમદાવાદ: અમદાવાદમાં જીવન જરુરિયાતની વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમદાવાદમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. તો રાજકોટમાં મેડિકલ સ્ટોરના નામે ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાકભાજીના આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિગ સેલ (SMC)ની ટીમે રીંગ રોડ પર રેડ કરી હતી, જેમાં 1152 દારૂની બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઓઢવનો વોન્ટેડ આરોપી હરિયાણાથી દારૂની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અમદાવાદથી દારૂનો જથ્થો ભાવનગર મોકલવાના હતા, ત્યારે ભાવનગર દારૂ મોકલે તે પહેલાં જ પોલીસે આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા છે. બે આરોપી સાથે 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પરંતુ આ કિસ્સામાં પોલીસને કઈક અલગ જોવા મળ્યું હતું. દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો અલગ અલગ કિમીયા અજામાવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં દારૂની હેરાફેરી માટે પણ અનોખી તરકીબ અજમાવવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રીંગ રોંગ પરથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેમાં આરોપીઓ શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. 1152 દારૂની બોટલો સાથે બે આરોપીઓને 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles