અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે કાળા નહીં, સફેદ રોડ જોવા મળશે. ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર થયો છે. CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. ડામર અને RCC કરતા અલગ રીતે બનાવવામાં આવનાર આ રોડનું નામ વ્હાઇટ ટોપિંગ મટિરિયલથી બનાવવામાં આવનાર છે.અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની શુભ શરૂઆત CM ના મતવિસ્તાર ઘાટલોડિયામાં થઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુખાકારી માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં આ વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થઈ રહ્યો છે. 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો આ રોડ 9 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ઘાટલોડિયા વિધાનસભામાં જ થલતેજ તથા બોડકદેવ વોડમાં આવેલ ગુરુકુળ રોડનો નવેસરથી વાઈટ ટોપિંગ પદ્ધતિથી ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉપયોગ કરી નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મનપાના મતે આ રોડનું આયુષ્ય લાંબુ છે ડામરના રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડ વધુ ટકાઉ, સુરક્ષિત અને સુવિધાયુક્ત છે. અને ખાસ વરસાદ સમયે તેની પર ખાડા પડવા કે તૂટતા નથી. એટલું જ નહીં, ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે. તેનાથી થોડા જ વધુ ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ તૈયાર થાય છે. ખાસ વાત એ છે કે, આ રોડ ઉનાળામાં ઠંડા રહેશે, પીગળે નહીં અને સફેદ હોવાને કારણે રાત્રે પણ ઓછા પ્રકાશે જોઈ શકાશે. AMCના મતે શહેરના 48 વોર્ડમાં બે મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે.
વાઈટ ટોપિંગ રોડ પર બ્રેકિંગનું અંતર ઓછું કરે છે. રસ્તાઓ વરસાદી પાણી પડે તો ખૂબ ઝડપથી સુકાઈ જાય છે. રોડની બન્ને બાજુ સ્ટોમ વોટર લાઇન, પાણીના ઝડપી નિકાલ માટે સ્લોપ અપાયો છે. વાઇટ ટોપિંગ રોડ તોડી તેનો ફરી રિસાયકલ ઉપયોગ કરી શકાય છે. ડામર રોડ રિસરફેશ રૂપિયા 1450 પ્રતિ ચોમી ખર્ચ છે, જ્યારે વાઇટ ટોપિંગ પાછળ રૂપિયા ૧૬૦૦ પ્રતિ ચોમી ખર્ચ આવે છે. ડામર રોડ બેજથી જ નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2450 ખર્ચ આવે છે. વાઇટ ટોપિંગ બેજથી નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2600 ખર્ચ આવે છે.