અમદાવાદ : મુંબઈ IITમાં આપઘાત કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને ન્યાય અપાવવાની માગ સાથે અમદાવાદની સડકો પર વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. અમદાવાદના ઉત્તમ નગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરાયું હતું.આ કેન્ડલ માર્ચમાં દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે SIT રચના કરવા માંગણી કરાઈ છે.
ઉત્તમ નગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં તમામ લોકોએ કાળી પટ્ટી બાંધી દર્શનને ન્યાય અપાવવાની માગ કરી હતી. આ તકે કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યુ કે જરૂર પડે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરે અને યોગ્ય તપાસ કરાવડાવે.
કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે. વિધાનસભાના સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરશે તેમ કોંગ્રેસના નેતા વિપક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. આજની કેન્ડલ માર્ચમાં ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના લોકો જોડાયા હતા.
તમને જણાવી દઇએ કે, 12મી ફેબ્રુઆરીએ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ મુંબઈમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. મુંબઈ આઇઆઇટીમાં દર્શનને શિડ્યુલ કાસ્ટનો હોવાથી માનસિક હેરેસ કરવામાં આવતા હોવાનો પરિવારજનોનો એ આરોપ લગાવ્યો છે.