ગાંધીનગર : આગામી માર્ચ મહિનામાં યોજાનાર બોર્ડની પરીક્ષાને લઈને પણ સતકર્તા દાખવવામા આવી રહી છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલીસ ફરીયાદ કરવા સૂચના અપાઈ છે.આ અંગે તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખાયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ના થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ મુજબ ગુનો નોંધવા પણ સૂચના અપાઈ છે.
ટીવી અહેવાલો મુજબ બોર્ડની પરીક્ષાને લઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લા કલેકટર પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પરીક્ષામા ગેરરીતિ ન થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. બોર્ડની પરીક્ષા અંગે બોર્ડના કાયદા અને નિયમો અંગેની માહિતીનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાઈ છે. તેમજ જયાં જરૂર જણાય ત્યાં બોર્ડના કાયદા ઉપરાંત આઈટી એક્ટ, સીઆઈપીસી એકટ મુજબ ગુનો નોંધવા પણ સુચના અપાઈ છે.