31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

રિયાલિટી ચેક : એસબીઆઈની એટીએમ અને સીડીએમ સેવાઓ…‘નામ બડે ઓર દર્શન ખોટે’

Share

અમદાવાદ : એક તરફ સરકાર ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે લોકોને આહવાન કરે છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં પણ એસબીઆઈના અનેક એટીએમ અને પૈસા ભરવાના સીડીએમ (કેશ ડિપોઝીટ મશીન) મોટાભાગે બંધ રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે.જેને કારણે લોકોને ઈમરજન્સીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્તમાન ડીજીટલ યુગમાં લોકો મોટેભાગે ઓનલાઈન ટ્રાન્સફર કે યુપીઆઈ મદદથી મની ટ્રાન્સફર કરી રહ્યાં છે પરંતુ હજુ પણ લાખો લોકો આ પ્રકારની સુવિધાઓથી વંચિત છે અને તેઓ ફરજીયાત એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે.આ સિવાય લાખો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બેંકિંગ અવર્સ બાદ ફરજીયાત એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે

એક તરફ બેન્કોની ગળાકાપ સ્પર્ધાઓ ચાલી રહી છે નાની મોટી ખાનગી બેન્કો દ્વારા અમદાવાદમાં ઠેર ઠેર એટીએમ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે સેવાઓમાં કયાંક ઉણી ઉતરતી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસબીઆઈના એટીએમ ખૂબ કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે.ખાનગી બેન્કની સરખામણીમાં ફક્ત નામ પુરતા હોવાનું એટીએમ હોવાનું લાગી રહ્યું છે. અમદાવાદના પશ્ચિમના અનેક વિસ્તારમાં એસબીઆઈના એટીએમ અને પૈસા ભરવાના સીડીએમ મશીન સેવાઓના મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરના પશ્ચિમ વિસ્તારના નવા વાડજ, રાણીપ, સુભાષ બ્રિજ, બલોલ નગર અને ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા એટીએમ મોટેભાગે ઓફ લાઈનમાં હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે સીડીએમ એટલે કે પૈસા ભરવાના મશીન એ પણ મોટેભાગે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એક તરફ બેન્કોમાં ભારે ધસારો હોવાને કારણે અને સમયની બચત થાય તો કેટલાંક ઈમરજન્સીમાં પૈસાની લેવડ દેવડ ડીજીટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા ઈચ્છે છે પરંતુ એસબીઆઈના એટીએમ અને સીડીએમ સેવા ખોટકાતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

આ બાબતે મિર્ચી ન્યુઝની ટીમે રિયાલિટી ચેક કરતા નવા વાડજ એસબીઆઈ પાસે આવેલ એટીએમ કુલ બે એટીએમ માંથી એક એટીએમ બંધ અને એક સીડીએમ જે એક મહિનાથી વધુ બંધ હાલતમાં હતું જે હાલમાં ત્યાંથી ખસેડીને લઈ જવામાં આવેલ છે જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે નવું મશીન આવશે પરંતુ ક્યારે આવશે એનો કોઈ સમય ગાળો નિશ્ચિત નથી.

ત્યારબાદ બલોલનગર ચાર રસ્તા ખાતે આવેલ એસબીઆઈ ગેલેરીની મુલાકાત લેતા કુલ પાંચ મશીનમાંથી સીડીએમ બંધ હાલતમાં જોવા મળ્યા જ્યારે એક એટીએમ મશીન ચાલુ કન્ડિશનમાં જોવા મળ્યું હતું.ત્યારબાદ રાણીપ શાક માર્કેટમાં આવેલ સ્ટેટ બેંકની બાજુમાં આવેલ એટીએમની મુલાકાત લીધી, જેમાં શટલ નીચું કરેલું જોવા મળ્યું હતું. બાર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું. સીડીએમમાં પૈસા ભરવાને લીધે નોટ ફસાઈ જવાને લીધે સીડીએમ બંધ થયું છે જયારે એટીએમ તો સવારનું બંધ છે.

ત્યારબાદ ટીમે સુભાષબ્રિજ ખાતે આવેલ એસબીઆઈની મુલાકાત લેતા કુલ પાંચ મશીનમાંથી એક મશીન ચાલુ કન્ડિશનમાં અને એક સીડીએમ બંધ હાલતમાં જોવા મળ્યું હતું ત્યારબાદ ટીમે ત્યાંથી આગળ ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલ સ્ટેટ બેન્કની ગેલેરીની મુલાકાત લીધી, ત્યાં એક સીડીએમ ચાલુ જોવા મળ્યું પરંતુ પાંચ એટીએમ માંથી ચાર એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

આમ મિર્ચી ન્યૂઝની રિઆલિટી ચેકમાં એસબીઆઈના એટીએમ અને સીડીએમ સેવાઓની ખૂબ કફોડી હાલતમાં જોવા મળી, ખાનગી બેન્કની સરખામણીમાં ઉત્તમ સેવાો આપવાની જગ્યાએ એસબીઆઈ બેન્ક પોતાના ગ્રાહકોને અન્ય એટીએમનો ઉપયોગ કરવા અને તેનો ચાર્જ વસુલતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત મોટા ભાગના મશીનો વર્ષો જુના જમાના હોઈ જેને કારણે વારંવાર ખોટકાઈ રહ્યા છે એવી પણ ફરિયાદ ઉઠી રહી છે.

એક બાજુ એસબીઆઈ મોટી મોટી વાતો કરીને તમારી આસપાસ કોઈ એટીએમ બંધ હોય તો ફલાણા નંબર મેસેજ કરો, ઓનલાઈન જઈ ફરિયાદ કરો અથવા અભણ હોવ તો નજીકની બ્રાન્ચમાં ફક્ત ફોર્મ જ ભરવાનું છે…જેવી પોકળ વાતો કરવાનું છોડી એસબીઆઈ બેન્ક દ્વારા પોતાના એટીએમ અને સીડીએમ મશીનો તાત્કાલિક કાર્યરત કરવા જોઈએ એવી લોકમાંગણી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles