28.2 C
Gujarat
Friday, August 1, 2025

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

Share

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા સફારીના ચાલકે ગંભીર અકસ્માત કર્યો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત 4 લોકાનું અકાળે મોત છે. બેફામ સ્પીડે આવી રહેલો ટાટા સફારી કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરમાં રાંદેસણના ભાઇજીપુરાથી સીટીપ્લસવાળા સર્વિસ રોડ આ હિટ એન્ડ રનની ઘટના બની છે. હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કાર જે કોઈ અન્ય વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તેણે આ અકસ્માત સર્જયો છે. કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત સામે આવી છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles