Sunday, November 9, 2025

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ તેમજ પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “ડાયલ 112”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-112 એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે.

જેમાં ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને 500 જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. 217 કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -15700 સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

“ડાયલ 112”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં 150 કર્મચારીઓ 24×7 સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે. ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે.

ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મિરાબેન પટેલ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, જે.એસ.પટેલ, લક્ષ્મણજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, ઈ.એમ.આર.આઈ. ડાયરેકટર કે. ક્રિષ્ણમ રાજુ સહિત રાજ્યભરમાંથી પોલીસ વિભાગના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ‌, મહાનગરપાલિકાના નગરસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...