Sunday, March 1, 2026

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય પ્રમાણે હવે આ શિક્ષકો ગુજરાત એસટી નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે.

મુખ્ય પ્રધાન સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે રજૂઆતોને ભૂપેન્દ્ર પટેલે સંવેદનાપૂર્ણ અને સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વનો નિર્ણય કર્યો છે. એવોર્ડ મેળવનારા શિક્ષકોને આજીવન નિ:શૂલ્ક મુસાફરીના આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે. ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય-રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવાપાત્ર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...