22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદમાં CCTV હવે વાહનચાલકો ઉપરાંત રખડતાં ઢોર પર પણ નજર રાખશે, ઢોર પકડવા AMCનો નવો નુસખો

Share

અમદાવાદ : અમદાવાદના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ અને હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ પણ AMCને ઢોર પકડવામાં મદદરૂપ બનશે. ટ્રાફિક પોલીસ સીસીટીવીથી શહેરના ટ્રાફિકનું મોનિટરિંગ કરતી હોય છે. હવે પોલીસ શહેરના કયા રોડ પર ઢોર રઝળે છે તેની માહિતી આપશે. જેથી AMCની ટીમ ત્યાં પહોંચી જઈ ઢોર પકડવાની કામગીરી કરી શકે.

અમદાવાદમાં રખડતાં ઢોરને કારણે નાગરિકોને ઇજા કે મૃત્યુની ઘટનાઓ રોકાવાનું નામ લેતી નથી, ત્યારે હવે ટ્રાફિક પોલીસને પણ રખડતાં ઢોર પકડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેમાં રસ્તા પર ટ્રાફિકના નિયમનું ઉલંઘન કરનાર વાહનચાલકો પર નજર રાખતાં CCTV કેમેરા દ્વારા શહેરમાં હવે રખડતાં ઢોર પર પણ નજર રાખવામાં આવશે. શહેરમાં જે CCTVમાં આવા રખડતાં ઢોર નજરે પડશે ત્યાંની માહિતી પોલીસ ઢોર પકડ પાર્ટીને આપશે. બંનેના સંકલનથી શહેરમાં રખડતાં ઢોર પકડવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરને પકડવાની સંખ્યા સતત ઘટી રહી છે. જેમાં છેલ્લે રોજના માંડ 60 થી 70 જેટલા જ રખડતાં ઢોર પકડાતાં હતા. જે બાબતે મ્યુનિ. કમિશનર દ્વારા રિવ્યુ બેઠકમાં પણ ગંભીર નોંધ લઇ જે રીતે વધારે સ્ટાફ આપ્યો છે તે રીતે વધુ પ્રમાણમાં રખડતાં ઢોર પકડવા માટે તંત્રને સૂચના આપી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles