Monday, September 28, 2026

AMCનો હિટ એક્શન પ્લાન : હવે BRTS-AMTS બસ સ્ટેશન પર મળશે પાણી અને ORS

spot_img
Share

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગે આ વખતનો ઉનાળો આકરા રહેવાનું અનુમાન કર્યુ છે. જો કે અમદાવાદ મહાનગરપાલિકા AMCએ આ વખતે થોડી વહેલી જાગી છે અને હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તાત્કાલિક અસરથી તૈયાર કરાયો છે જે મુજબ, હવે BRTS-AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. સાથે જ ડેપો પર ORS પણ મળશે. એટલુ જ નહિ, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. અને શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

આગામી ઉનાળા અને તેને આનુષંગિક કામગીરી અંગે AMC દ્વારા હિટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે. AMC હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે, અમદાવાદના તમામ AMTS અને BRTS બસ સેન્ટર પર ORS ના પાઉચ પુરા પાડવામાં આવશે. તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઉભી કરવામાં આવશે. હીટસ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે. AMC સંચાલિત તમામ હોસ્પિટલમા હિટ સ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાઈ છે. ગરમી શરૂ થતા જ હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...