Monday, September 28, 2026

AMC દ્વારા મહત્વના નિર્ણયો : ધુળેટીના તહેવાર નિમિત્તે સાંજે અડધો કલાક વધુ પાણી અપાશે, મ્યુનિ.સંચાલિત હોલ 50 ટકા ભાડામાં મળશે

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા બુધવારના રોજ ધુળેટીના તહેવાર નિમિત્તે સવારે રાબેતા મુજબ બે કલાકના પાણી પુરવઠા ઉપરાંત સાંજે 5.30થી 6 વાગ્યા સુધી અડધો કલાક સુધી વધુ પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે શહેરના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી પાણીનો સ્પેશિયલ સપ્લાય પૂરો પાડવામાં આવશે. વોટર ડીસ્ટ્રીબ્યુશ સ્ટેશનો ખાતેથી ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે અડધા કલાક માટે વધારાનો પાણી સપ્લાય પૂરો પાડવામાં આવશે.

આ ઉપરાંત AMC સંચાલિત હોલ પણ હવે સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી કેટલીક કંપનીઓ કોર્પોરેટ મીટિંગ માટે ચોક્કસ કલાકો માટે પણ કોમ્યુનિટી હોલ ભાડે લઇ શકાશે. જે પ્લોટના ભાડાં કરતાં 50 ટકા ભાડામાં આ હોલ બુક થઇ શકશે.હવે મ્યુનિ.ના હોલ,બર્થડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની બેઠક, કોર્પોરેટ મીટિંગ, કિટી પાર્ટી, સામાજિક મિટિંગ વિગેરે હેતુ માટે મર્યાદિત સમય માટે ભાડે મળશે.

જેના પરિણામે નાગરિકોને સવારથી બપોર સુધી કે સાંજ પછી AMC પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ બુક કરાવી શકશે. બર્થ ડે પાર્ટી જેવા નાના પ્રસંગો માટે આખો દિવસ પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવાની જરૂર પડશે નહીં અને મર્યાદિત સમય માટે ઓછું ભાડું ખર્ચીને નાગરિકો પોતાના પ્રસંગો ઉજવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...