Thursday, December 11, 2025

કોરોના કેસોમાં ભારે ઉછાળો, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા ?

spot_img
Share

અમદાવાદ : આજે ફરી કોરોના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 402 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 219 કેસ નોંધાયા છે. જ્યારે 162 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 4 દિવસમાં 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. મહત્વનું છે કે, બે દિવસમાં જ 153 ટકા નવા કોરોનાના કેસમાં વધારો થયો છે.

છેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં પંદરેક દિવસના સમયગાળામાં કોરોનાના કારણે ચાર મોત બાદ અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે.છેલ્લા 4 દિવસમાં 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે.કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે

ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન – 219
રાજકોટ – 28
સુરત કોર્પોરેશન – 25
મોરબી – 18
અમરેલી – 15
મહેસાણા – 12
રાજકોટ – 12
વડોદરા કોર્પોરેશન – 12
વડોદરા – 11
સાબરકાંઠા – 9
સુરત – 7
ગાંધીનગર કોર્પોરેશ – 6
વલસાડ – 5
ભરૂચ – 3
જામનગર કોર્પોરેશન – 3
નવસારી – 3
આણંદ – 2
ભાવનગર કોર્પોરેશન – 2
ગાંધીનગર – 2
અમદાવાદ – 1
બનાસકાંઠા – 1
ભાવનગર – 1
દાહોદ – 1
ગીર-સોમનાથ – 1
કચ્છ – 1
પંચમહાલ – 1
પોરબંદર – 1

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...