Wednesday, April 22, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ IBમાં ફરજ બજાવતી યુવતીની રેલવેમાં ક્લાસ-1 ઓફિસર પતિ સામે દુષ્કર્મની ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો(IB) માં ફરજ બજાવતી પરણિત યુવતીએ રેલવેમાં ક્લાસ-1 ઓફિસર તરીકે ફરજ બજાવતા પોતાના પતિ વિરુદ્ધ જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના મેડિકલ રિપોર્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.ખાસ વાત એ છે કે યુવતીના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોડકદેવમાં રહેતી સેન્ટ્રલ આઈબીમાં ફરજ બજાવતી યુવતીની મૂળ રાજસ્થાનના અને ચાંદખેડામાં રહેતા રેલવેના ક્લાસ-1 અધિકારી સાથે સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવકે યુવતીને મળવાનું શરૂ કર્યું અને સંબંધ બાંધવાની માગણી કરી. જોકે યુવતીએ લગ્ન પહેલા સંબંધ બાંધવાની ના પાડતા યુવકે સગાઈ તોડીને તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને તેને ડરાવીને મરજી વિરુદ્ધ બોડકદેવ ખાતે યુવતીના ક્વાર્ટરમાં જ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

બાદમાં ડિસેમ્બર 2022માં બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના થોડા દિવસો બાદ પતિએ નાની નાની બાબતોમાં ઝઘડો કરવાનું શરૂ કર્યું અને પત્ની પાસે બીભત્સ માગણી કરી. આટલું જ નહીં દહેજની માગણી સાથે તેની સાથે મારઝૂડ કરતો હતો. લગ્ન બાદ શિયાળો હોવાથી બંનેના રૂમમાં હીટર મૂકવામાં આવ્યું હતું. એક દિવસે કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ હીટર પર બળજબરીથી પત્નીનો હાથ અડાડી તેને ડામ આપ્યા હતા.આખરે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે IPCની કલમ 498 તેમજ 376 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે. હાલમાં મુખ્ય આરોપી વડોદરામાં હોવાથી પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ યુવતીની પણ તપાસ કરીને મેડિકલ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...