Monday, August 3, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મેયરના હસ્તે ફાયર સ્ટેશનનું ઉદ્ધાટન, નજીકના વિસ્તારોમાં મોટી હોનારત ટાળી શકાશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ શહેરના બોપલમાં નવા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના મેયર કિરીટ પરમારના હસ્તે ફાયર સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર સાથે ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશનના હોદ્દેદારો અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતા અમદાવાદમાં કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બોપલ ફાયર સ્ટેશન 10.84 કરોડ ઉપરના ખર્ચે તૈયાર કરાયુ છે.જેના કારણે આસપાસ આવેલા શીલજ,ઘુમા,સનાથલ સહિતના વિસ્તારને તેનો સીધો લાભ થશે. તો સાણંદ જીઆઇડીસી સહિતના વિસ્તારને પણ સીધો લાભ થશે અને મોટી દુર્ઘટના થતા ટાળી શકશે. જ્યાં વાહન રાખવાની જગ્યા, એક ગેરેજ, બે ઓફિસર સ્ટાફ કવાટર્સ અને 42 કર્મચારી માટે કવાટર્સ બનાવાયા છે. જે બોપલ ફાયર સ્ટેશન હાલમાં 6 વાહનો અને જરૂરી સ્ટાફ સાથે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ 43 કરોડના ખર્ચે 30 જેટલા નવા વાહનોનો પણ ઉમેરો અમદાવાદ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો.

બોપલ વિસ્તાર કોર્પોરેશનમાં ભળતા અનેકવિધ સુવિધા આ વિસ્તારમાં ઉભી કરવામાં આવી રહી છે. અને તેમાં પણ બોપલ વિસ્તારમાં આગ કે અન્ય ઘટના બને તો અન્ય ફાયર સ્ટેશનથી વ્હીકલ પહોંચવામાં સમય લાગતો હતો. તાજેતરમાં થોડા મહિના પહેલા ઘુમામાં લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડ મોડી પહોચી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય અને આગ કે અન્ય ઘટનામાં પહોંચતા ફાયર બ્રિગેડને વધુ સમય ન લાગે માટે કોર્પોરેશન દ્વારા અન્ય સુવિધા સાથે બોપલ વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરાયુ છે.

આ ફાયર સ્ટેશનમાં નાના રસ્તામાં પસાર થઈ બનાવ સ્થળ પર પહોંચી શકે તે માટે બનાવેલ 7 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કટર સહિતના સાધનો સાથેના વાહનો સાથે કામ કરશે. તો તેની સાથે 8 હજાર પાણીની કેપેસિટી વાળા 6 વાહન. 12 હજાર પાણી કેપેસિટી વાળા 6 વાહન અને 20 હજાર કેપેસિટી વાળા 3 વાહન. તેમજ 5 એમ્બ્યુલન્સ અને શબવાહીની એમ 43 કરોડના ખર્ચે નવા વાહનો ઉમેરાયા. જે વાહન હાલના ફાયર બ્રિગેડ પાસે રહેલા વાહનો કે જેમાં 30 વાહનો સરકારી નિયમ પ્રમાણે 15 વર્ષે સ્ક્રેપ કરવાના હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...