અમદાવાદ : લગ્ન પછી યુવતીઓના જીવનમાં ઘણા ફેરફારો આવે છે અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્સીથી લઈને બાળકના જન્મ પછી તો તેમને અનેક નાની મોટી ચેલેન્જોનો સામનો કરવો પડે છે. આ પડકારોથી પરેશાન થઈને મોટાભાગની યુવતીઓ પોતાનું કરિયર અધવચ્ચે છોડી દે છે. પરંતુ ઘણી યુવતીઓ એવી હોય છે કે જેઓ અનેક પડકારો વચ્ચે પણ પોતાના કાર્ય ઉપરથી ધ્યાન ભટકાવતી નથી. આવી જ એક પ્રેરણાત્મક કહાની અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ઉર્મિલા વૈષ્ણવની છે, જેણે જીવનની દરેક મુશ્કેલીઓને પાર કરીને એક ફાર્મા કંપનીમાં પોતાનું કેરિયર બનાવવાનું સપનું પૂરું કરવા જઈ રહી છે…
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ઉર્મિલા વૈષ્ણવ રાજસ્થાનના એક મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણીનો જન્મ અને ઉછેર રાજસ્થાનમાં થયો હતો. ધો-10 અને ધો-12 પાસ કર્યા પછી, રાજસ્થાનમાંથી BSc ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ લીધી., લગ્ન બાદ અમદાવાદ શિફ્ટ થઇ હતી. નાનપણથી ભણવામાં હોશિયાર એવી આ યુવતીને જયારે લગ્ન પછી અમદાવાદમાં આવીને સાસરીપક્ષ હંમેશા ઉર્મિલાને તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત અને ટેકો આપે છે. લગ્ન પછી પતિ અને સાસરી પક્ષના લોકોનો સાથ મળ્યો ઉર્મિલાએ અભ્યાસ ચાલુ રાખ્યો. આગળ અભ્યાસ માટે અમદાવાદની કોલેજમાં MSc (કેમેસ્ટ્રી) એડમિશન લઇ અભ્યાસ શરૂ કર્યો.આ દરમ્યાન ઉર્મિલા વૈષ્ણવને પ્રેગનન્સી રહેતા નવા વાડજમાં આવેલ જીગીષા હોસ્પિટલમાં આવ્યા અને ડો. જીગીષાબેન શાહનો સંપર્ક કર્યો.
હવે આગળની વાત જાણીશું ડો.જીગીષાબેન શાહના શબ્દોમાં…નવા વાડજમાં શિવાલિક સ્કવેર ખાતે આવેલ જીગીષા હોસ્પિટલના ડો. જીગીષાબેન શાહ જણાવે છે કે મન હોય તો માળવે જવાય આવી કહેવત આપણે સાંભળી ચૂક્યા છે અમારી ત્યાં બતાવવા આવતી પેશન્ટ ઉર્મિલા વૈષ્ણવ, જ્યારે એને પ્રેગનેન્સી રહી તો એને દ્વિધામાં હતી કે હું પ્રેગ્નન્સી રાખું કે ના રાખું, કારણ પૂછ્યું તેણે કહ્યું કે મારે માટે અત્યારે ભણવાનું મહત્વનું છે અને જો હું અત્યારે પ્રેગ્નન્સી રાખું તો બરોબર મારા ડિલિવરીના સમયે જ યુનિવર્સિટીની અને પ્રિલીમની પરીક્ષા આવશે અને છોકરી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતી હોય આજુબાજુ ઘરમાં કોઈ ભણતર ના હોય, સાસરી પક્ષમાં પણ બીજું કોઈ ભણતર વાળું ના હોય, પાંચ ચોપડી ભણેલ સાસુ જોડે અને જયારે એ બધાનો એક જ અવાજ હતો કે અમારા માટે તો આનું ભણવાનું બહુ મહત્વનું છે.
ડો. જીગીષાબેન શાહ વધુમાં જણાવે છે કે આ સાંભળી મને બહુ આનંદ થયો કે ખરેખર આપણો સમાજ બહુ આગળ વધી રહ્યો છે કે હવે લોકો ભણતરની પણ કિંમત કરવા માંગે છે.ત્યારે એક ડોક્ટર તરીકે એમને સમજાયા કે ચાલો આપણે બંને કરીએ બાળક પણ રાખીએ અને ભણવાનું પણ ધ્યાન રાખીશું. જો ડોક્ટર અને પરિવાર તરીકે આપણે સૌ સપોર્ટ કરીશું તો બંને કામ સચવાશે અને કે બંને કામમાંથી એકપણ કામ ના બગડે એનું ભણવાનું ના બગડે અને બાળક પણ ના બગડે. સમય ગયો કુદરતનો સાથઆ અને ભગવાનનો સાથ પણ મળ્યો. ગત સપ્તાહે પ્રેગનન્સી દરમ્યાન જ ઉર્મિલાએ પોતાની કોલેજની પ્રિલીમની પરીક્ષા આપી. MSc કેમેસ્ટ્રી જેવા વિષયની અંદર 92% લાવીને એની પોતાની કોલેજમાં અગ્રેસર રહી પરિવારનું નામ રોશન કર્યું છે.
હવે ફરીથી યુનિવર્સિટી ફાઇનલ પરીક્ષા 18મી મેથી શરૂ થઇ રહી છે અને પહેલા ડિલિવરી થશે કે નહીં અને આજે એટલે 8 મે ના રોજ ઉર્મિલા ડિલિવરીના પેઈન સાથે આવી. ડો. જીગીષાબેન શાહ વધુમાં કહે છે કે શરૂઆતમાં થોડોક કેસ મુશ્કેલ હતો, પરંતુ કુદરતનો સાથ મળ્યો, સરસ મજાની નોર્મલ ડીલેવરી થઇ હતી અને સુંદર બાળકને જન્મ આપ્યો હતો. આ સમયે તેના ચહેરા પર પ્રસૂતિ પછીની પીડાની સાથોસાથ પરીક્ષા આપવાનો જુસ્સો પણ દેખાઇ રહ્યો હતો. હવે ઉર્મિલાએ અને પરિવારે મન મક્કમ કરી લીધું છે કે 18મી મેથી શરૂ થતી પરીક્ષા સરસ રીતે આપી શકશે. ત્યારે અમારી બધાની શુભેચ્છાઓ છે કે જેણે પ્રિલિમમાં બહુ જ સારું પરિણામ લાવ્યું એવું જ પરિણામ યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષામાં લાવે એવી શુભેચ્છાઓ…
છેલ્લે ડો. જીગીષાબેન શાહ મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવે છે કે ઉર્મિલા વૈષ્ણવ સમાજમાં એક ઉદાહણ બનશે, એમાંય ખાસ કરીને અન્ય સગર્ભા મહિલા વિધાર્થીઓ માટે…ઉર્મિલા વૈષ્ણવએ હિંમત દાખવી ઇચ્છાશકિતનું અદભુત ઉદાહરણ પૂરું પાડી મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે.