અમદાવાદ : RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે.અમદાવાદ DEO દ્વારા ‘સારથી’ હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં વાલીઓ ફરિયાદ કરી શકશે.
હાલ RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. RTE હેઠળ એડમિશનની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ DEO દ્વારા વાલીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. હવે જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર ફરિયાદ કરી શકે છે. આમ તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો નંબર તો છે જ સાથે આ એક વોટ્સએપ નંબર પર પણ વાલી એક ફરિયાદના મેસેજ આધારે પણ રજૂઆત કરી શકે છે. આ વોટ્સએપ નંબર 24 કલાક ઉપલબ્ધ છે.
જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ નંબર પર ફોન પર કરી વાલીઓ ફરિયાદ કરી શકશે.
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન મળ્યું છે. અમદાવાદ RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 1342 સ્કૂલોમાં 10, 756 વિદ્યાર્થીઓની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં 10 હજારથી વધુ જગ્યા માટે 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા. એડમિશન માટે 13 હજાર જેટલી અરજીઓ માન્ય કરાઇ હતી.