Tuesday, September 22, 2026

નારણપુરામાં ડોક્ટર પરિવાર વિદેશ ફરવા ગયું અને ચોરોએ ઘરમાં હાથ સાફ કર્યો, 12.50 લાખની મત્તાની ચોરી કરી

spot_img
Share

અમદાવાદ : વેકેશનનો સમય હોવાથી ઘરફોડના બનાવો વધી રહ્યાં છે. રાતના સમયે થતી ચોરીઓ વધુ પ્રમાણમાં થતાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. ત્યારે અમદાવાદના નારણપુરામાં રહેતા ડોક્ટર પરિવાર સાથે ભૂતાન ફરવા માટે ગયાં અને ચોરોએ તેમના ઘરમાંથી સોનાના દાગીના, રોકડા રૂપિયા તથા કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ડોક્ટરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં રૂ.12.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ડોક્ટર તેમની પત્ની અને દીકરી સાથે ભૂતાનના પ્રવાસે ગયા હતાં. તેઓ ઘરે પરત ફરતાં તેમના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તેમના ઘરમાં રસોડાના દરવાજાનું લોક પણ તૂટેલી હાલતમાં હતું. તેમના બેડરૂમનો સરસામાન પણ વેરવિખેર પડ્યો હતો. જેથી તેમને ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમના કબાટમાંથી સોનાના દાગીના, બે લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી.

તે ઉપરાંત તેમના હોમ થીયેટર વાળા રૂમમાંથી હોમ ઓટોમેશન કંટ્રોલર યુનિટ, યુનિફાઈ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ યુનિટ, રાઉટર, કોમ્યુનિકેશન ગેટ વે યુનિટ, સ્પીલટર યુનિટ, ટાટા સ્કાયનું સેટ અપ બોક્સ, મીડિયા પ્લેયર સહિત કુલ 12.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયુ હતું. તેમણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...