Friday, September 11, 2026

સુભાષબ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં યુવકની હત્યાનો મામલો, 8 આરોપીઓ પકડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે જૂની અદાવતને પગલે એક યુવક પર હથિયારોથી જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવાના કેસમાં રાણીપ પોલીસ અને ઝોન-2 એલસીબીની ટીમે કાર્યવાહી કરી આરોપીઓને છત્રાલ જીઆઈડીસીના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ, ગત શનિવારની મોડી રાત્રે રાણીપના સુભાષબ્રિજ સર્કલ નજીક આવેલા ટ્રાફિક બુથની આગળ જાહેર રોડ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર RJ-27GF-3975માં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વી પર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના શરીરના પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઉપરાછાપરી ઘા કરવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વીનું મોત થતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 103(1), 189(2), 189(4), 190, 191(2), 61(2), 54 અને 3(5) હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.હત્યા બાદ આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, પોલીસે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં નાકાબંધી કરી પ્રાંતિજ તથા અડાલજ ટોલ નાકા પર ખાસ વોચ ગોઠવી હતી.

સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે છત્રાલ GIDC ના એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી હત્યામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ ગુનામાં વપરાયેલા પીકઅપ ડાલો અને હથિયારો મળી આવ્યા હતા.

પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...