Friday, September 25, 2026

અમદાવાદના બિઝનેસમેને 0007 તથા 0009 નંબર પ્લેટ માટે આટલા લાખ ખર્ચી નાખ્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ RTO દ્વારા ઘણીવાર VIP નંબરોની હરાજી કરવામાં આવે છે. ત્યારે વાહનોની નંબર પ્લેટ હવે સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે અને ચોકકસ નંબર લેવા માટે વાહનની કિંમત કરતા પણ અનેક વખત વધુ નાણાં આ નંબર માટે ચૂકવાય છે.જેમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહન ચાલકો લાખોની બોલી લગાવતા હોય છે. ત્યારે શહેરમાં એક બિઝમેસ મેન દ્વારા બે ખાસ નંબર મેળવવા માટે રૂ.44 લાખની તોતિંગ બોલી લગાવવામાં આવી હતી. ઓડી Q5 અને ફોર્ચ્યુનર કાર માટે બિઝનેસ મેને 22.81 લાખ અને 22.08 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે આ બંને કારની મળીને કિંમત 1 કરોડ રૂપિયા થાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિહિર દેસાઈએ તાજેતરમાં જ Audi Q5 અને ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. બંને કાર માટે તેમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં RTO દ્વારા મનપસંદ નંબરોની હરાજી કરવામાં આવી હતી. RTO દ્વારા GJ જેમાં તેમણે 0007 અને 0009 નંબર ખરીદ્યા હતા. આ બંને નંબર ખરીદવા પાછળ તેમણે હરાજીમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

ખાસ વાત એ છે કે, RTOની ઓનલાઈન હરાજીમાં અન્ય લોકો પણ હતા, જે આ નંબર માટે બોલી લગાવી રહ્યા હતા, પરંતુ મિહિર દેસાઈએ એવો આંકડો લગાવ્યો કે અન્ય કોઈ બીડર તેની આગળ બોલી ન લગાવી શક્યો. આખરે તેમને મનપસંદ 0007 અને 0009 નંબર મળી ગયા. નોંધનીય છે કે, RTOને આ મહિનામાં મનપસંદ નંબરોની હરાજી દ્વારા જ 1.33 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...