35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય

Share

પંચમહાલ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મંદિર તથા ડુંગર પર હાલ નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. આ વચ્ચે યાત્રાળુઓની અવરજવર તો રહે જ છે. ખાસ કરીને તહેવાર કે શનિ રવિવારના રજાના દિવસે ભારે ભીડ રહે છે. તેથી આવા માહોલમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પંચમહાલ કલેક્ટર દ્વારા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લા મેજિ્સ્ટ્રેટ આશિષકુમારે પાવાગઢ તળેટીથી માંચી સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

પંચમહાલ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી શનિવાર અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેમાં પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય તેમજ પાવગઢથી માચી સુધીનો રસ્તો ખૂબ જ વળાંક વાળો, વાંકોચુકો, ચઢાણ ઉતરાણવાળો તેમજ સાંકડો છે.

હાલ ચોમાસુ હોવાથી શ્રદ્ધાળુઓની અવર જવર દરમ્યાન અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી છે, જેથી યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કર્યા થી બે માસ એટલે કે આજ થી 7 સપ્ટેબર 2023 દરમ્યાન આવતા તમામ શુક્રવારના રાતના 12 કલાકથી રવિવારના સાંજના 7 વાગ્યા સુધી તળેટીથી માચી સુધી જવાના રસ્તા ટેક્ષી, ઓટો રીક્ષા, ટ્રક, જીપ,બાઇક સહિત ખાનગી ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles