Monday, September 28, 2026

મોડી રાતે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડી નાંખ્યા તે શખ્સ કોણ છે? મોટા ઘરનો નબીરો હોવાનો ખુલાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સવાલ એ થાય છેકે, 9 લોકોના મોતનું કારણ બનેલા નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી છે.

ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને જીવલેણ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. વિગતો મુજબ તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે અને ગોતાના રહેવાસી છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.તે પોલીસથી લઈને રાજનીતિના લોકો જોડી મોટી વગ ધરાવે છે.

અકસ્માત બાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવની નથી પરંતુ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં કોઈને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં ICU હેઠળ સારવારમાં છે, ડોક્ટરના કહેવા મુજબ તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આથી તેની ધરપકડ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ ઈસ્કોન બ્રિજ પર થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, તથા કેટલાક યુવાનો પણ ઊભા હતા. આ દરમિયાન ઓવરસ્પીડમાં આવતી જગુઆર કારે 15 થી 20 લોકોને ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેના કારણે સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા જ્યારે બાદમાં વધુ 3 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં 8-10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 જેટલા લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...