Sunday, September 27, 2026

અમદાવાદ DEOનું ફરમાન, ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલ વાપરવા પર શિક્ષકોને પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે DEO દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ DEOએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો વપરાશ કરતા ઝડપાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.

અમદાવાદ DEOએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ પોતપોતાના મોબાઈલ સ્કૂલના આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. રિશેષ પૂરો થયા બાદ તેઓએ ફરી મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

આમ તો અગાઉ અનેકવાર શાળાના સંચાલકોને અધિકારીઓ દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં શાળામાં મોબાઈલનો ઉપયોગ બેફામ રીતે વધી ગયો છે.જેને લઈને અમદાવાદ DEOએ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતો એક પરિપત્ર કર્યો છે. જેથી હવે સ્કૂલમાં મોબાઈલ વાપરતા શિક્ષકો સામે તવાઈ આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...