અમદાવાદ : અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 100 વર્ષથી વધુ જુના એલિસબ્રિજ (લકકડીયા)ને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.
પાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં વધુ એક નવુ નજારાણુ ઉમેરાવા જઈ રહ્યો છે. અમદાવાદનો એલિસબ્રિજ લોકો માટે ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માટે કામ હાથ ધરવામાં આવવાનો છે. આ વિશે વાત કરવામાં આવે તો તે 130 વર્ષ જૂના બ્રિજ છે અને થોડા દિવસો પછી આ બ્રિજ ઉપર જ સહેલાણીઓ બેસી શકશે. લક્કડિયા બ્રિજ તરીકે જાણીતા બ્રિજનું નવીનીકરણ થવાનો છે જેને લઈ AMCએ ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે.
અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ AMC બદલવા જઈ રહ્યું છે. વર્ષ 1892માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા 8 વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ 2008થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના ગુજરાત કોલેજથી લાલ દરવાજાને જોડતો બ્રિજ છે. ત્યાં હવે બ્રિજના વચ્ચેના ભાગને રિડિઝાઇન કરવામાં આવનાર છે.
આ બ્રિજ વર્ષ 1892માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તૈયાર થયો હતો. આ બ્રિજનો બાંધકામ 130 વર્ષ પહેલા થયેલો છે છતાં પણ કાંટ લાગ્યો નથી. સ્ટીલ સ્ટ્રક્ચરનું આ હેરિટેજ બ્રિજ શહેરનું સિગ્નેચર લેન્ડમાર્ક પણ કહેવાય છે. વિગતો મુજબ તેની કુલ લંબાઈ 433.41 મીટર તેમજ પહોળાઈ 6.25 મીટર છે. બ્રિજમાં 30.96 મીટરના કુલ 14 સ્પાન બો સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રક્ચર છે. પિયર પોર્શનમાં 1.52 મીટર ડાયાના સિલ્ડીરિકલ પિયર ક્રોસ બેરિંગ પણ નાંખવામાં આવેલાં હતા.