અમદાવાદ : રક્તદાનએ મહાદાન છે. અમદાવાદમાં જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવા રક્તદાન કેમ્પ થકી એકત્રિત થતું રક્ત આજે અનેક લોકોની જિંદગી બચાવી છે. જે અંતર્ગત આજે શહેરના નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા Friendship Dayની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રક્તદાન કેમ્પ કરી અનેક જરૂરિયાત મંદો માટે રક્ત એકઠું કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી શાળા કેમ્પસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી Friendship Dayની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં સ્કૂલના સ્ટાફ તથા વાલીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. શાળા મેનેજમેન્ટ દ્વારા દાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને બિરદાવ્યા હતા. આ ઉપરાંત રક્તદાન કેમ્પને ખૂબ જ સફળ અને યાદગાર બનાવવા બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.