Monday, September 21, 2026

ગણેશ ઉત્સવ પહેલા જ AMCના કોન્ટ્રાક્ટરો પર ભગવાન ગણેશ મહેરબાન, આ વર્ષે વિસર્જન કુંડનો બમણો ખર્ચ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને AMCએ આયોજન કર્યું છે. જો કે, ગણેશ ઉત્સવ પહેલા જ AMCના કોન્ટ્રાક્ટરો પર ભગવાન ગણેશ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે કુંડ બનાવવા પાછળ ખર્ચ કુંડ દીઠ 7થી 10 લાખ કરાયો હતો. જો કે, આ વર્ષે કુંડ દીઠ 11થી 17 લાખ ખર્ચ AMC કરશે. ગણેશ વિસર્જન માટે અમદાવાદ શહેરમાં કુલ 7 ઝોનમાં 46 વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

AMC સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષે 2થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે 5થી 6 કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, 2 વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર આ ખર્ચ ન થાય. પરંતુ કાયમી કુંડની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે.

તમને જણાવી દઈએ કે શહેરના મધ્ય ઝોન-9, ઉત્તર ઝોન-6, દક્ષિણ ઝોન-5, પૂર્વ ઝોન-4, પશ્ચિમ ઝોન-13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 કુંડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ફાયરબ્રિગેડ, ક્રેઈન, પીવાના પાણીની સુવિધા તેમજ તમામ વિસર્જન સ્થળોની આસપાસ લાઈટ તેમજ સફાઈની સુવિધા, મોબાઈલ ટોઈલેટ વાનની સુવિધા અને ખાલી ડ્રમની વ્યવસ્થા કરવામાં આવશે.

આ વર્ષે તા.19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે મહોત્સવને લઈને AMC ગણેશજીની મૂર્તિના વિસેરજનને લઈને ખાસ તૈયારીઓ કરી લીધી છે. આ માટે વિવિધ ઝોનમાં જુદી જુદી જગ્યાએ કુલ 46 વિસર્જન કુંડની સુવિધા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...