Saturday, August 15, 2026

અમદાવાદના ઠગ બંટી-બબલીનું કારસ્તાન, ઘર વેચવાનું કહી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરના ગ્રામ્યનાં બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર થઈ ગયા હતા. મહત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પાટણમાં રહેતા દેવચંદ પટેલને અમદાવાદમાં બંગ્લો લેવાનો હતો. જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો સાડા નવ કરોડની કિંમતના બંગલાનું નોટરાઈઝ બાનાખત કરાવી 2.23 કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગ્લો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

આ ઠગ દંપત્તિએ વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહના પાડોશી હતા.ની પાડોશમાં રહેતા હતા. ચિંતન શાહે તેઓને બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમાં આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ-પત્ની ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરિયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરિયાદ નોંધાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...