Tuesday, July 28, 2026

અમદાવાદ પોલીસની નવરાત્રીને લઇને 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર, આનું પાલન તો કરવુ જ પડશે

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં 50થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે નવરાત્રીને (Navratri 2023) લઇને શહેર પોલીસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.જે બાદ જ ગરબા આયોજકોને પરમિશન આપવામાં આવશે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિંગ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે.

અમદાવાદમાં ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે આયોજકોએ ફરજીયાત વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફરજીયાત ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિગની વ્યવસ્થા કરવી પડશે.પોલીસ કમિશનરના પરિપત્રના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. ગરબા આયોજકોને ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે.ગાઇડલાઇન મુજબ ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે.

શું છે 12 મુદ્દાની ગાઇડલાઇન ?

નવરાત્રિ આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત
ગરબા આયોજકોએ રજૂ કરવું પડશે આધારકાર્ડ
જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી
મહિલા-પુરૂષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યાની વિગત રાખવી
ફાયર સેફ્ટિનું અમદાવાદ કોર્પોરેશનનું પ્રમાણપત્ર જરુરી
સરકારી માન્યતા પ્રાપ્ત વાયરમેનનું સંમતિપત્રક હોવુ જોઇએ
ગરબા સ્થળે જનરેટરની વ્યવસ્થા અંગેની વિગતો હોવી ફરજીયાત
ક્યાં અને કેટલા CCTV લગાવાયા છે તેની વિગતો રાખવી
સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા જરુરી
ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક હોવુ જોઇએ
ખેલૈયાઓ માટે લીધેલી વીમા પોલિસીની વિગતો ફરજીયાત
ગરબા સ્થળે કરાયેલ પાર્કિગની વ્યવસ્થાની વિગતો રાખવી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...