Tuesday, January 20, 2026

સ્માર્ટ સીટી અમદાવાદમાં શ્વાનનો વધતો ત્રાસ, મ્યુ કોર્પોરેશનની લાપરવાહી કે ભ્રસ્ટાચાર ?

spot_img
Share

અમદાવાદ : શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. કૂતરાઓના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કૂતરાં કરડવાના રોજના ત્રણથી ચાર કેસો સામે આવતા હોય છે, ત્યારે સરખેજ વોર્ડના ફતેહવાડી વિસ્તારમાં 11 વર્ષની નાની ઉંમરના બાળકને એક સાથે અનેક શ્વાનોએ તેના શરીરે અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કરેલ હતો. આમ વિવિધ ગંભીર બનાવો પાનના ત્રાસને કારણે અમદાવાદ શહેરમાં બનવા પામેલ હતાં. જેને લઇે સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓમા સતત વધારો થયેલો જોવા મળી રહયો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા કૂતરા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે.

અમદાવાદમાં કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે 1.17 લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે દસ કરોડથી વધુની રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. એક કૂતરાના ખસીકરણ માટે 930 રુપિયા ખાનગી સંસ્થાને ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા સને 2020-21 માં 2.30 કરોડ, સને 2021-22 માં 2.56 કરોડ અને સને 2022-23 માં 4.50 કરોડ મળી કુલ રૂા.9.36 કરોડનો ખર્ચ કરેલ છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત વધી રહ્યા છે એને લાપરવાહી સમજવી કે ભ્રસ્ટાચાર ?

કૂતરું કરડવાના સને 2020 માં 52318 કેસો, છેલ્લા ત્રણ વર્ષમાં સને 2021 માં 51812 કેસો સને 2022 માં 59513 કેસો મળી કુલ 163643 કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાવા પામેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...