Sunday, January 18, 2026

PM નરેન્દ્ર મોદી આ તારીખે આવશે માદરે વતન, વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત

spot_img
Share

અમદાવાદ : ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4778 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે. તથા મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે.

મહેસાણા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.ત્યારે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું કે રૂપિયા 4778 કરોડ કરતા વધુના કામનું PM મોદીના હસ્તે ખાત મુહૂર્ત અને લોકાપર્ણ થશે. તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે. મહેસાણા ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકો સભાસ્થળ સુધી પહોંચે તે માટે આયોજન કરાયું છે. 30 ઓક્ટોબરના રોજ PM ની સભાને લઈને તૈયારીઓ થઇ રહી છે.

મળતી માહિતી મુજબ 30 અને 31 તારીખે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતના ખેરાલુ વિધાનસભા વિવિધ લોકાર્પણના કામો સહિત સભા સંબોધન કરશે. 31 ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ આપશે હાજરી. PM મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, ઉલ્લેખનીય છે કે ટૂંકા અંતરે PM મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.

આ અગાઉ PM મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે પછી તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત ખાસ બનાવવા માટે કમલમમાં પણ બેઠકોનો દોર શરૂ થશે તેવી અટકળો શરૂ થઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...