Monday, January 19, 2026

અમદાવાદમાં આ પોલીસ સ્ટેશનના PSI અને કોન્સ્ટેબલ 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ પોતાની ફરજ ભૂલી બેસેલા અધિકારીઓને ધોળે દિવસે તારા દેખાડવાનું શરૂ કર્યું છે. ACBએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના એક મહિલા PSIને માત્ર 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામા ફરિયાદીની બાઇક પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી. આ બાઈક છોડાવવા માટે ઇસમે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજીમાં પોલીસનો અભિપ્રાય જોડવો ફરજિયાત હતો, જેથી ફરિયાદી ડાયમંડ ચોકીના મહિલા PSI જે.એસ રાવલ પાસે ગયો હતો. આ દરમિયાન અભિપ્રાય આપવા માટે PSI તરફથી બે હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

PSIના રાયટર તરીકે કામ કરતા રીંકુ પટણીએ એક હજાર રૂપિયા લઈ લીધા હતા. પરંતુ ફરિયાદીને અન્ય એક હજાર રૂપિયા આપવા ન હોવાથી તેને ACBનો સંપર્ક સાધ્યા હતો. તો ACBએ ફરિયાદીની ફરિયાદના આધારે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને પકડી પાડવા માટે ટ્રેપ ગોઠવી દીધી હતી. ટ્રેપ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રિંકુ અને મહિલા PSI જે.એસ રાવલ લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ACBએ બંને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાઉ સાયબર ક્રાઈમનો કર્મચારી ત્રણ લાખની લાંચ પ્રકરણમાં એસીબીના હાથે ઝડપાયો હતો. હવે આ પ્રકરણમાં એક પીઆઇ શંકાસ્પદ છે અને એની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. હજી તપાસ પૂરી નથી થઈ ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના એક મહિલા PSI માત્ર 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. હવે ACB દ્વારા સરકારી કચેરીઓની બહાર પણ ટીમ ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...