Sunday, September 27, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાદુરી પુર્વકની કામગીરી કરવા બદલ બે પોલીસકર્મીને કરાયા સન્માનિત

spot_img
Share

અમદાવાદ : બે દિવસ અગાઉ અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના મોડી રાતે બનેલ લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા પ્રસંશાપત્ર તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.4 નવેમ્બરના રોજ આનંદનગર 100 ફુટ રોડ પર આવેલ સેલ પેટ્રોલ પમ્પ ખાતે આવેલ સી સ્ટોરની અંદરના કાઉન્ટર પાસે જઈ બે અજાણ્યા ઇસમોએ કાઉન્ટર પર બેઠેલા મેનેજરને પિસ્તોલ બતાવી રૂ.43160/-ના મુદ્દામાલની લુંટ કરી ભાગતા હતા.આ દરમ્યાન પેટ્રોલીંગ કરતા આનંદનગર પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ તથા અનાર્મ પો.કોન્સ.રાજેશભાઇ અરશીભાઇ ત્યાં પહોંચી જઈ આરોપીઓનો પીછો કરતા ગુનેગારોએ તેમની સામે પિસ્તોલ તાકી હોવા છતા કુનેહપુર્વક ત્વરિતતાથી આરોપી પાસેની પિસ્તોલ તેના હાથમાંથી પાડી દઈ આરોપીઓને જાનના જોખમે પકડી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને જીવના જોખમે પકડી પાડવા તથા લુંટનો મુદ્દામાલ જપ્ત કરવા માટે બહાદુરી પુર્વકની કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નીર જી.એસ.મલિકે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિરિટસિંહ તથા કોન્સ્ટેબલ રાજેશભાઇ અરશીભાઇને પ્રસંશાપત્ર એનાયત કરી રૂપિયા દસ-દસ હજારનું ઇનામ આપી સન્માનિત કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...