Tuesday, September 15, 2026

દિવાળીની રજામાં પાવાગઢ જતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન : પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

spot_img
Share

પાવાગઢ : દિવાળી પર્વની રાજ્યમાં ધૂમધામપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શાળાઓ અને સરકારી કચેરીઓમાં મીની વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આ રજાઓમાં જો તમે પાવાગઢ મંદિરની મુલાકાત લેવાનો હોવ તો જરૂર કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. કેમકે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી માતા મહાકાળીના ધામ એવા પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આજે 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દરવાજા વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે, પાવાગઢ મંદિર સવારે 5.00 કલાકે દર્શન માટે ખુલી જશે. આજે કાળી ચૌદશથી ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધી પાવાગઢ નીજ મંદિરના કપાટ સવારે 5.૦૦ કલાકે દર્શન માટે ખોલી દેવામાં આવશે. આ પાંચ દિવસે સાંજે 7.30 કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થશે.

સુપસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે કાળી ચૌદશનો યજ્ઞ યોજાશે. કાળી ચૌદશ અને શનિવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે. આજે શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ છે. ત્યારે હનુમાનજી દાદાને આજે ભવ્ય હીરા જડિત ડાયમંડના વાઘા પહેરાવામાં આવ્યા છે.

ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કાળી ચૌદશ નિમિત્તે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે રવિવારે કાળી ચૌદશને લઈ હવન યોજાશે. યાત્રાધામ મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા રવિવારે કાળી ચૌદશનું હવન બપોરે 12.30 શરૂ થશે. રવિવારે વહેલી સવારે 5.30 વાગે પ્રક્ષાલ વિધિ યોજાશે. સવારે 10 વાગ્યા બાદ વરખ પૂજા યોજાશે.

યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળીના પાવન પર્વે મંદિરને લાઇટોની રોશની કરાઈ છે. શામળાજી મંદિર પરિસર અને નિજ મંદિર ઉપર રંગબેરંગી લાઈટોની રોશની કરાઈ છે. દર્શને આવતા ભક્તો પણ રોશની જોવાની સાથે સેલ્ફીની મજા માણી રહ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...