અમદાવાદ : TRB જવાનોને લઈ લોકોમાં પણ અસમંજસ હોય છે કે, તેમની કામગીરી ખરેખરમાં શું હોય છે. અહીં જણાવીશુ કે શુ હોય છે. નાગરીકે પણ તેમની કામગીરીમાં સહકાર આપવો જરુરી ફરજ છે. સાથે જ ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRBના જવાનોએ પણ નાગરીકોને ટ્રાફિકમાં સરળતા અને સલામતી રહે એ પ્રકારે ફરજ બજાવવી જરુરી છે.
આપની સાથે, આપના માટે !#GujaratPolice #TRB pic.twitter.com/zqO5EmkEMz
— Gujarat Police (@GujaratPolice) November 28, 2023
આ દરમિયાન ગુજરાત પોલીસે TRB અંગેની જાણકારીને સોશિયલ મીડિયા મારફતે જારી કરી છે. જેમાં TRBની ફરજ અને તેમની ફરજમાં ક્ષતિ કે તેમના દ્વારા ગેરવર્તણૂંક જોવા મળે તો તે અંગેની ફરિયાદ કરવા માટેની જાણકારી પણ દર્શાવવાામાં આવી છે. ગુજરાત પોલીસની આ જાણકારીની પોસ્ટ પણ ખૂબ જ વાયરલ કરવામાં આવી છે.
TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે. એટલે કે પોલીસ દ્વારા ટ્રાફિકનુ જે સંચાલન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં તેઓ દ્વારા સહાયતારુપ કામગીરી નિભાવવાની હોય છે.
સૌથી મહત્વની વાત….TRB જવાન પોતાની ફરજ દરમિયાન વાહન ચેકિંગ કરી શકતા નથી. દસ્તાવેજ ચેકિંગ પણ કરી શકતા નથી. એટલે કે વાહન ચાલક કે વાહન અંગેના દસ્તાવેજોનું ચેકિંગ TRB જવાન કરી શકાશે નહીં.
વાહન ચાલકને મેમો આપવાની પણ સત્તા TRB જવાનને નથી. આમ વાહન ચાલકોને જ્યારે ટ્રાફિક સંચાલન કરતા TRB જવાન દ્વારા આવી વાત કરવામાં આવે તો ડરવાની જરુર નથી અને આ માટે તમે જાગૃત નાગરીક તરીકે તેમની સાથે વાતચીત કરવી જોઈએ.
આમ છતાં પણ કોઈ TRB જવાનની ગેરવર્તણૂંક જણાય તો ટ્રાફિક શાખાનો સંપર્ક કરવો જોઈએ. ટ્રાફિક શાખામાં ફરિયાદ કરીને વર્તણૂંક અંગેની જાણ કરવી જોઈએ અને એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરવી જોઈએ.
પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRB જવાનને યુનિફોર્મથી ઓળખો..@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @PoliceAhmedabad #AhmedabadPolice pic.twitter.com/xZCj9ALYA8
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 23, 2023
ટ્રાફિક પોલીસ અને TRBના યુનિફોર્મમાં ભેદ
બીજા એક પોસ્ટરમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRB જવાનના યુનિફોર્મ વિશે જાણકારી આપી છે. જેમ કે પોલીસનો યુનિફોર્મ ખાખી રંગનો હોય છે, તેઓ કાળા બૂટ અને ખાખી મોજા પહેરે છે. તેઓ ગુજરાત પોલીસ (GP)નો મોનોગ્રામ ધારણ કરે છે.
ટ્રાફિક પોલીસની ખાખી પેન્ટ અને સફેદ શર્ટ હોય છે. સફેદ બેલ્ટ, ખાખી મોજા, કાળી વ્હીસલ દોરી અને ઘેરા વાદળી રંગની ટોપી તથા GP મોનોગ્રામ ધરાવે છે.
તેનાથી વિપરીત ટ્રાફિક બ્રિગેડ (TRB) વાદળી પેન્ટ અને સફેદ શર્ટ પહેર છે. તેઓ કાળો બેલ્ટ, વાદળી મોજા, કાળા બૂટ, વાદળી ટોપી ધારણ કરે છે જેના પર TRB મોનોગ્રામ હોય છે. તેમની પાસે સફેદ હેલ્મેટ હોય છે જે TRB મોનોગ્રામ ધરાવે છે.
આ જાહેરાત દ્વારા સ્પષ્ટ છે કે TRBના જવાનો માત્ર પોલીસના સહાયક તરીકે કામ કરે છે અને તે પણ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવા માટે. આ સિવાય તેમની પાસે કોઈના ડોક્યુમેન્ટ ચેક કરવાનો કે મેમો ફાડવાનો અથવા દંડ કરવાનો કોઈ અધિકાર નથી. TRBના જવાનની વર્તણૂક યોગ્ય ન જણાય તો સીધા સિટી ટ્રાફિક શાખામાં ફરિયાદ કરી શકો છો.